નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. જે ત્રેતાયુગથી ચાલી રહી છે, જ્યારે શ્રીરામજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી. તે પછી દ્વાપર યુગમાં પણ શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને શરદ ઋતુની આઠમ તિથિ (દુર્ગાષ્ટમી)એ દેવીપૂજનની વિધિ જણાવી હતી. દેવી મહાપુરાણ પ્રમાણે આઠમ તિથિએ દેવી પ્રગટ થયાં હતાં અને આ તિથિએ ભૈરવ પણ પ્રગટ થયા હતા.
ચૈત્રી આઠમ
ચૈત્રી નવરાત્રીની આઠમની તિથિ ખૂબ જ વિશેષ માનવમાં આવે છે. આ દિવસે ઘણાં ઘરોમાં કન્યાપૂજન કરવામાં આવે છે. જેમાં નવ કન્યાઓને ઘરે બોલાવીને ભોજન કરાવવામાં આવે છે. તેમને મનપસંદ ભેટ કે દક્ષિણા આપવામાં આવે છે. તો, જે લોકો ઘરમાં નોમની તિથિના દિવસે કન્યાપૂજન કરે છે, તેઓ આઠમના દિવસે વ્રત રાખે છે. આઠમની તિથિએ માતા મહાગૌરીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.
ખોડિયાર જયંતી
ભારતીય પરંપરામાં શક્તિનાં અનેક સ્વરૂપ છે, તેમાં યોગમાયાનાં જ એક સ્વરૂપ તરીકે જ મા ખોડિયારને જોગમાયા તરીકે ગુજરાતમાં ઓળખવામાં આવે છે. મા ખોડિયારને સાદ કરે કે સ્મરણ કરે ત્યાં પ્રગટ કરનારી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોડિયાર માતાનું વાહન મગર છે. ખોડિયાર જયંતી મહા સુદ આઠમ, શનિવાર, તા.17મી ફેબ્રુઆરી, 2024ના રોજ છે. આજના દિવસે ગુજરાતમાં આવેલા ખોડિયાર મંદિરોમાં શ્રદ્ધાળુઓનીની ભીડ ઉમટશે.
Enthusiastically underwhelm quality benefits rather than professional outside the box thinking. Distinctively network highly efficient leadership skills